Skip to main content
Settings Settings for Dark

નિવૃત્ત કર્મચારીઓ માટે પેન્શનની તમામ પ્રક્રિયાને કેન્દ્ર સરકાર દ્વારા ડિજીટલ કરાઈ

Live TV

X
  • નિવૃત્ત કર્મચારીઓ માટે પેન્શનની તમામ પ્રક્રિયાને કેન્દ્ર સરકાર દ્વારા ડિજીટલ કરી દેવામાં આવી છે અને તેને આધાર કાર્ડ સાથે જોડવામાં આવી છે. ત્યારે આ જ સરળીકરણને આગળ ધપાવવા માટે ડીજીટલ લાઇફ સર્ટીફિકેટ ગામડા અને શહેરોમાં ઘરબેઠાં કાઢી આપવા માટે પ્રોવિડંડ ફંડ કચેરી અમદાવાદ દ્વારા આજે મોબાઇલ વાનને રવાના કરવામાં આવી હતી. આ વાનમાં કોમ્પ્યુટર અને ફિંગર પ્રિન્ટ સ્કેનર તથા આઇ સ્કેનર સાથે ટેક્નોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને ગણતરીની મિનીટોમાં જ ડીએલસીની પ્રક્રિયા પુરી કરી લેવામાં આવે છે. આ પ્રસંગે પ્રોવિડંડ ફંડ સેન્ટ્રલ કમિશ્નર તેમજ અમદાવાદ રીજનના પીએફ કમિશ્નર ઉપસ્થિત રહ્યાં હતા. આ મોબાઇલ વાન નડિયાદ, મહેસાણા અને ભાવનગર પીએફ કચેરી અંતર્ગત વિસ્તારોમાં ફરશે અને પેન્શનર્સનું જીવન પ્રમાણ મેળવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply