CMએ પોરબંદરથી કરાવ્યો ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ, 1.61 કરોડની સહાયનું વિતરણ
Live TV
-
રાજ્યભરમાં આજથી ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પોરબંદરથી રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાના 11માં ચરણનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે પોરબંદરના કુલ 3414 લાભાર્થીઓને 12 કરોડ 74 લાખની સહાય આપી હતી. તો નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે મહેસાણા ખાતે ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો અને ગરીબ લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કર્યું હતું.
નીતિન પટેલ આવતીકાલે અમદાવાદના ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત રહેશે. 3 થી 5 જાન્યુઆરી દરમિયાન 33 જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળા યોજાશે. 4 જાન્યુઆરીએ અછતગ્રસ્ત કચ્છ ભૂજ ખાતે ગરીબ કલ્યાણ મેળામા લાભનું વિતરણ કરશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું, કે ત્રણ જાન્યુઆરીથી પાંચ જાન્યુઆરી દરમિયાન ,39 ગરીબ કલ્યાણ મેળા ,આયોજિત થશે. જેમાં કોઈ પણ વચેટિયા ની મદદ વિના ,ગરીબો ને જ સીધો લાભ સાધન સહાય રૂપે પહોંચાડવામાં આવશે.
તેમણે એમ પણ ઉમેર્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર પારદર્શીતા અને સંવેદનશીલતા સાથે ભ્રષ્ટાચાર રહિત સુશાસન દ્વારા ગરીબી રેખા નીચે જીવતા લોકોના આર્થિક જીવનને સુધારવાનું કામ કરી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોરબંદરમાં પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે 64 કીમી લાંબી પાઈપલાઈનનો શિલાન્યાસ કર્યો હતો. જ્યારે દરિયાના પાણીને પીવાલાયક બનાવવા માટે 10 જેટલા ડીસેલીનેશન પ્લાન્ટની સ્થાપના કરાશે.
