LRDની પરીક્ષા 6 જાન્યુ.એ, એસટી બસની મુસાફરી માટે ફ્રી ટિકીટનું બુકિંગ શરૂ
Live TV
-
લોકરક્ષક દળની પરીક્ષા 6 જાન્યુઆરીએ યોજાનાર છે. તમામ પરીક્ષાર્થીઓ પોતાના પરીક્ષા સ્થળ પર નિયત સમયે પહોચી શકે તે માટે એસટી નિગમ તરફથી સપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. મહીસાગર જિલ્લામથક લુણાવાડા એસટી બસમથકે ઓનલાઈન બુકિંગ કરી ટિકિટનું નિ:શુલ્ક વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.
5 અને 6 જાન્યુઆરીના રોજ LRDની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ એસટીમાં ફ્રીમાં પ્રવાસ કરી શકશે. આઈડી પ્રુફ અને કોલલેટર રજૂ કરી પરીક્ષા સ્થળે જવા માટે તમામ લોકરક્ષક પરીક્ષાર્થીઓ ઓનલાઈન બુકીંગ કરાવી શકશે. પરીક્ષાર્થીઓને આ સુવિધાનો લાભ લેવા એસટી વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
