સુરતમાં વાહન ડીલરો પર સુરત RTOએ કરી લાલ આંખ
Live TV
-
સુરતમાં વાહન ડીલરો પર સુરત આર.ટી.ઓએ લાલ આંખ કરી છે. નવા વાહન ચાલકોના વાહનના રજિસ્ટ્રેશન નહીં કરાવતા 24 ડીલરને કારણ બતાવો નોટીસ પાઠવવામાં આવી છે. આ નોટીસમાં વાહનોના રજિસ્ટ્રેશન કેમ કરવામાં આવ્યા નહીં તેનું 10 દિવસમાં કારણ રજૂ કરવા જણાવાયું છે. સુરત RTO દ્વારા કરવામાં આવેલ સર્વેમાં 13 હજાર નવા વાહનોનું રજિસ્ટ્રેશન નહીં થયું હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે આરટીઓ દ્વારા વધુ તપાસ કરતાં છેલ્લા ત્રણ મહિનાથી ખરીદવામાં આવેલ વાહનોની વિગતો ડીલરો દ્વારા ઓનલાઇન અપલોડ નહીં કરી હોવાનું બહાર આવ્યું હતું. જેથી આરટીઓએ ડીલરોને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે
