વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ સાથે શિક્ષણમાં નૂતન અભિગમ
Live TV
-
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ સાથે શિક્ષણમાં નૂતન અભિગમ અંગે રાજ્ય સ્તરે મોરબીના ઈનોવેટિવ ટીચર અમિત ખન્નાની કૃતિ ઓપનહાઉસ બોટનીકલ ગાર્ડન પસંદગી પામી છે. આ કૃતિ આગામી 3 4 અને 5 જાન્યુઆરીએ ચાંગા યુનિવર્સિટી આણંદ ખાતે યોજાનાર સ્ટેટ લેવલમાં પોતાના સર્જનાત્મક શિક્ષણમાં નૂતન અભિગમનું નિદર્શન કરશે. મોરબીની 125 વર્ષ જૂની ધ વી.સી.ટેક્નિકલ હાઈસ્કૂલના બોટનીના શિક્ષકે શાળામાં જ ઓપન હાઉસ બોટની ગાર્ડનનું નિર્માણ કર્યું છે. અને આ ગાર્ડનમાં જ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે. પ્રક્ટિકલ જ્ઞાન પણ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યું છે.
