મુખ્યમંત્રી દ્વારા આજે પોરબંદરથી રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાના 11માં ચરણનો પ્રારંભ
Live TV
-
રાજ્યભરમાં આજથી ગરીબ કલ્યાણ મેળા યોજાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે પોરબંદરથી રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાના 11માં ચરણનો પ્રારંભ કરાવશે. 3 થી 5 જાન્યુઆરી દરમિયાન 33 જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળા યોજાશે. આ 11મી કડીમાં અંદાજે 11 લાખ 83 હજાર ગરીબ લાભાર્થીઓને રૂપિયા 2307 કરોડના સાધન-સહાયનું રાજ્યવ્યાપી વિતરણ થવાનું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતી કાલે પોરબંદરના કુલ 3414 લાભાર્થીઓને 12 કરોડ 74 લાખની સહાય આપશે. જ્યારે 4 જાન્યુઆરીએ અછતગ્રસ્ત કચ્છ ભૂજ ખાતે ગરીબ કલ્યાણ મેળામા લાભનું વિતરણ કરશે. જ્યારે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ આવતીકાલે મહેસાણા ખાતે તથા 4 જાન્યુઆરીએ અમદાવાદ મહાનગરના ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત રહેશે.
