નોકરીની લાલચ આપીને છેતરપિંડી કરતી ઠગ ટોળકીની ધરપકડ
Live TV
-
વડોદરા એસ.ઓ.જી.ની ટીમે કરી ધરપકડ
રેલ્વે રિક્રૂટમેંટ બોર્ડના અધિકારીઓ અને કર્મચારી હોવાનું જણાવી ને નોકરીવાંચ્છુક યુવાનોને નોકરીની લાલચ આપીને છેતરપિંડી કરતી ઠગ ટોળકીને વડોદરા એસ.ઓ.જી.ની ટીમે ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરીને તેમની વાઘોડિયા રોડ ખાતે શ્રીજી એજ્યુકેશન નામની ઓફિસમાંથી રેલ્વે ભરતી બોર્ડના જુદી જુદી જગ્યાઓના ટ્રેનિંગ, મેરિટ તથા નિમણૂક પત્રો, ૧૨ આઇકાર્ડ ,તથા નેમ પ્લેટ ૧૦ રબર સ્ટેમ્પ, ૯ સ્ટેમ્પ પેડ, કોરા લેટર પેડ, કવરો ,સહિત નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ આરોપીઓ એ બોગસ અધિકારીઓએ હોવાનું જણાવીને અત્યાર સુધીમાં 176 વ્યક્તિઓ સાથે છેતરપિંડી કરી છે.
