Skip to main content
Settings Settings for Dark

પરપ્રાંતિઓની સુરક્ષા માટે પોલીસ ખડેપગેઃ CM વિજય રૂપાણી 

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરપ્રાંતિય મુદ્દે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, પરપ્રાંતિયો પર હુમલા કરી ગુજરાતની શાંતિ ડહોળવાના પ્રયાસ કરનારા તત્વોની પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરવામાં આવી છે.  તેમણે જણાવ્યું હતું કે, પરપ્રાંતિયોની સુરક્ષા માટે પોલીસ દ્વારા પુરતા પગલાં લેવામાં આવ્યા છે અને તેમને પુરતી સુરક્ષા આપવામાં આવશે. 

    રાજકોટ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતની પરંપરા રહી છે કે, અન્ય પ્રાંતમાંથી આવતા લોકો અને સમાજને ગુજરાતે પોતાના સમજીને સ્વિકાર્યા છે. અહીં તમામ રાજ્યના લોકો શાંતિપૂર્વક અને એખલાસભર્યા માહોલમાં રહે છે. 

    તેમણે રાજ્યના સૌ નાગરિકોને ભાઈચારો અને શાંતિનો માહોલ જાળવી રાખવા અપીલ કરી હતી. મુખ્યમંત્રી રાજકોટ રેસકોર્સ સ્થિત ફનવર્લ્ડ ખાતે પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્રારા આયોજીત 24માં બાળસંગમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply