લુબાન ચક્રવાતની ગુજરાતમાં અસર નહીં, નહીં બગડે નવરાત્રિ
Live TV
-
નવરાત્રીને હવે બે દિવસ બાકી છે ,ત્યારે નવરાત્રીમાં વરસાદને લઇને ,ખેલૈયાઓમાં ચિંતા હતી. પરંતુ હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે લુબાન ચક્રવાતની ,ગુજરાત તેમજ ભારતમાં તેની અસર થશે નહિં.
ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રમાં સક્રિય થયેલું લુબાન ચક્રવાત ઓમાન થઇને યમનમાં ભારે અસર કરશે. જ્યારે દ્વારકા જીલ્લામાં અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેસરને કારણે ઓખા, સલાયા તેમજ વાડીનગર બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જ્યારે તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા જાહેરનામુ બહાર પાડ્યું છે.
