Skip to main content
Settings Settings for Dark

પરપ્રાંતીયો પર થયેલા હુમલાઓ બાબતે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સોગંદ નામું જાહેર કર્યુ

Live TV

X
  • પરપ્રાંતીયો પર થયેલા હુમલાઓ બાબતે થયેલી જાહેર હિતની અરજીને મામલે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સોગંદ નામું જાહેર કર્યુ

    પરપ્રાંતીયો પર થયેલા હુમલાઓ બાબતે થયેલી જાહેર હિતની અરજીને મામલે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સોગંદ નામું જાહેર કર્યુ હતુ. રાજ્યસરકારે જણાવ્યું હતું કે પર પ્રાંતીયો પર હુમલાના કેસમાં અલગ અલગ 63 ગુનાઓ નોંધાયા છે. 10 જિલ્લાઓમાં ટોળાઓ દ્વારા આ હુમલાઓ કરવામાં આવ્યા હતા અને પોલીસે આ ગુનામાં સેંકડો લોકોની ધરપકડ પણ કરી હતી. ઉપરાંત સોશિયલ મીડિયામાં ઉશ્કેરણી જનક ભાષણ વિડીયો મુકનારાઓ સામે I.T.એક્ટ હેઠળના 10 કેસ કરવામાં આવ્યા હતા જેમાં 89 લોકોની ધરપકડ કરાઈ હતી. રાજ્ય સરકારે વધુમાં જણાવ્યું છે કે રાજ્યની શાંતિ ડહોળનારા તત્વો સામે કડક કાર્યવાહી થઇ રહી છે. ગુજરાત રાજ્ય માટે દેશનો કોઈ પણ નાગરિક  પર પ્રાંતીય નથી. ગુજરાતમાં આવા બનાવો ન બને તે માટે સરકાર કટિબદ્ધ છે. ગુજરાતમાં કોઈની સાથે જન્મ સ્થળ કે ભાષાના આધાર પર ભેદ ભાવ રાખવામાં આવતો નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply