પશ્ચિમ રેલવે અમદાવાદ દ્વારા 64માં રેલવે વીકની ઉજવણી
Live TV
-
દેશભરમાંથી ૨૬ જુદા જુદા રેલ્વેના વિભાગો એ ભાગ લીધો હતો.
દેશના વિવિધ ભાગો ને ખૂબ જ સરળતાથી ભારતીય રેલવે જોડે છે. આજે પશ્ચિમ રેલ્વે - અમદાવાદ દ્વારા ૬૪મા રેલવે વીકની ,ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઇનેટર રેલ્વે ડોક્યુમેન્ટરી સ્પર્ધા નું ,સૌ પ્રથમ વખત અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધા નો ,મુળ હેતુ ,વિજાણું માધ્યમ ને ,પ્રબળ બનાવી ,રેલવે દ્વારા, જે કાર્યો કરવામાં આવે છે. તેને વધુ માં વધુ લોકો સમક્ષ લઇ જવાનો હતો. આ ડોક્યુમેન્ટરી હરિફાઇમાં દેશ ભર માંથી ,૨૬ જુદા જુદા રેલ્વે ના વિભાગો એ ,ભાગ લીધો હતો. દેશ ની કરોડરજ્જુ સમાન ,રેલ્વે નાં ,ઓછાં જાણીતાં રહ્સ્યો તથા રેલવે કેટલીક જગ્યાએ ,કેવી કઠિન પરિસ્થિતિઓમાં પણ પરિવહન ને ચાલુ રાખે છે, તે વાતો ,આ ડોક્યુમેન્ટેરી માં ,જોવા મળી હતી.આ સ્પર્ધા માં ,જ્યુરી મેમ્બર તરીકે, રેલ્વે કર્મી ઓ સિવાય ના મહાનુભાવો ને સમાવીને પારદર્શીતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
