Skip to main content
Settings Settings for Dark

પાંચમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી પોરબંદરના રમણીય સમુદ્ર તટે કરવામાં આવી

Live TV

X
  • સમુદ્ર ની લહેરો સાથે મંદ મંદ શીતળ પવન વચ્ચે સામુહિક યોગ માં જોડાયેલ લોકો એ નવી તાજગી નો અહેસાસ કર્યો હતો. 

    પાંચમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી પોરબંદરના રમણીય સમુદ્ર તટે કરવામાં આવી. જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડાની ખાસ ઉપસ્થિતિ માં સમુદ્ર તટે પાંચ હજાર જેટલા લોકો એ યોગ કર્યો. સમુદ્ર ની લહેરો સાથે મંદ મંદ શીતળ પવન વચ્ચે સામુહિક યોગ માં જોડાયેલ લોકો એ નવી તાજગી નો અહેસાસ કર્યો હતો. 

    પાંચમાં વિશ્વ યોગ દિવસની પોરબંદરના રમણીય સમુદ્રતટે ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાની ખાસ ઉપસ્થિતિમાં સમુદ્રતટે પાંચ હજાર જેટલા લોકો સહિત સમગ્ર જિલ્લામાં ૫૮૯ સ્થળોએ ૧.૫૦ લાખથી વધુ નાગરિકો, વિદ્યાર્થીઓ સામુહિક યોગમાં સહભાગી થયા હતા.

    આ પ્રસંગે પત્રકારો સાથે સંવાદ કરતા જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, સમુદ્રની લહેરો સાથે મંદ મંદ શીતળ પવન વચ્ચે સામુહિક યોગમાં જોડાયેલ લોકોએ નવી તાજગી નો અહેસાસ કરાવ્યો છે, તેમને વધુમાં કહ્યું કે, યોગ માત્ર શારીરિક કસરત નથી, શાંતી સદભાવના સાથે યોગ આપણી ભારતીય પરંપરા છે. યોગ તન અને મન માટે આવશ્યક છે.              

     યોગમાં સહભાગીઓએ કહ્યુ કે, યોગ કરવાથી શારીરિક સ્ફૂર્તી અને તંદુરસ્તી આવવા સાથે રોગ પ્રતિકારક શક્તિ વધે છે,વિચારો હકારાત્મક બને છે અને દવાખાનાનો આશરો લેવો પડતો નથી. યોગથી વિશ્વમા ભારતીય પરંપરા અને સંસ્કૃતિનો પ્રચાર – પ્રસાર થાય છે તેમ જણાવ્યું હતુ. ચૌપાટી ઉપરાંત પોરબંદર જિલ્લામા આવેલા પૌરાણિક સ્થળ જાંબુવંતી ગુફા ખાતે અને માધવપુર ધેડનાં દરિયા કિનારે સ્થિત રામેશ્વર ચોપાટી ખાતે લોકોએ સામુહિક યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply