Skip to main content
Settings Settings for Dark

રાજ્યભરમાં ઉજવાયો વિશ્વ યોગ દિવસ જાણો વિગતે

Live TV

X
  • આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વિશ્વની સાથે રાજ્યભરમાં કરવામાં આવી

    લાયન્સ ઈંગ્લીશ મીડીયમ સ્કુલમા વિશ્વયોગા દિવસની ઉજવણી કરાયી 

    સેલવાસના બાલદેવી વિસ્તારમા આવેલ લાયન્સ ઈંગ્લીશ સ્કુલ અને મતી દેવકીબા કોલેજના પ્રાગણમા વિશ્વ યોગા દિવસની ઉજવણી કરવામા આવી હતી કાર્યક્રમનો પ્રારંભ ચેરમેન ફતેસિંહ ચૌહાણના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામા આવ્યો હતો યોગા કાર્યક્રમમા સેક્રેટરી દેવદાસભાઈ શાહ,કોષાધ્યક્ષ વિશ્વેશભાઈ દવે,શાળાના ટ્રષ્ટીગણ આચાર્ય,શાળાના શિક્ષકગણ અને વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ સામુહિક યોગાશન કરી દેશની સંસ્કૃતિને માન આપ્યુ હતુ શાળાના યોગ શિક્ષક અમલેશ ઘોષે સૌને અલગ અલગ પ્રકારના યોગ શીખવીને યોગના ફાયદા અંગે જાણકારી આપી હતી

    આંતરરાષ્ટ્રીય યોગા દિવસ નિમિતે સેલવાસ ખાતે યોગ શિબિરનું આયોજન કરાયું 

    દાદરા નગર હવેલી પ્રસાશન અને આરોગ્ય વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગા દિવસ નિમિતે  દમણગંગા રિવરફ્રન્ટ ખાતે યોગ શિબિરનુ આયોજન કરવામા આવ્યુ હતુ,કલેકટર કન્નન ગોપીનાથનના હસ્તે દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામા આવ્યો હતો,બાદમા મુંબઈ યોગા યુનિવર્સીટીમાંથી આવેલ યોગ શિક્ષકો દ્વારા ઉપસ્થીત લોકોને યોગાભ્યાસ કરાવ્યો હતો,જેમા લોકોએ વિવિધ આશનો કર્યા હતા આ શિબિરમા એક હજારથી વધુ લોકોએ શિબિરનો લાભ લીધો હતો,આ શિબિરમા કલેકટર કન્નન ગોપીનાથન,એસપી શરદ દરાડે, જી.પ.પ્રમુખ રમણભાઈ કાકવા,પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ સહિત અન્ય અધિકારી અને પદાધિકારી,શાળાના વિદ્યાર્થીઓ,આશાવર્કરો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો આની સાથે પ્રદેશમાં વિવિધ સ્થળો જેવાકે આમલી ગાયત્રી મંદિર મેદાન ખાતે પતંજલિ યોગ સમિતિ દ્વારા,લાયન્સ સ્કૂલમાં,ખાનવેલ ટાઉન હોલમાં,નરોલી ટાઉનહોલ ખાતે,બ્રહ્મકુમારી દ્વારા પાતળિયા ફળીયા ખાતે કેન્દ્ર પર,દાદરા ટાઉન હોલ ખાતે,સામરવરણી પંચાયત હોલ ખાતે ખાનવેલ પંચાયત હોલ સહીત વિવિધ પંચાયતો અને શાળાઓમાં યોગાનો કાર્યક્રમ યોજાયો હતો

    નડિયાદ

    ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી જ ચાર વર્ષથી સમગ્ર વિશ્વમાં યોગ દિવસ ઉજવાઇ છે.ચાલુ વર્ષે પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી પાંચમાં યોગ દિવસની ઉજવણી જિલ્લા કક્ષાની ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ ખાતે આવેલ એસઆરપીના પરેડ ગ્રાઉન્ડ ખાતે વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું. જેમાં ખેડા જિલ્લાના કલેકટર સુધીર પટેલ, નિવાસી કલેકટર રમેશ મેરજા, ડીડીઓ ડી એન મોદી ,જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્રા, સહિત વહીવટી તંત્ર સ્ટાફ તથા સ્કૂલના વિદ્યાર્થીઓ અને ખાસ કરીને બધીર શાળાના વિદ્યાર્થીઓ સહિત પોલીસ સ્ટાફ આ  ઉજવણીમાં જોડાયા હતા. શરૂઆતમાં વિધાનસભાના મુખ્ય દંડક અને આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન પંકજભાઇ દેસાઇએ પ્રાસંગિક ઉદ્બોધન બાદ નરેન્દ્રભાઇ મોદીનું સીધું પ્રસારણ થયા બાદ યોગની ક્રિયાઓની શરૂઆત પતંજલી યોગના માસ્ટર દ્વારા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જિલ્લા કક્ષાની ઉજવણી ઉપરાંત સમગ્ર ખેડા જિલ્લાના અગિયાર જેટલા ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોએ સહિત સમગ્ર જિલાના સત્તર સો ઉપરાંત સ્થળોએ ત્રણ લાખ ઉપરાંત નાગરિકોએ સામૂહિક યોગ અભ્યાસ કર્યો હતો.

    દીવ

    કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં દમણ દીવ ભારતીય જનતા પાર્ટીના પ્રભારી રઘુનાથ કુલકરની અધ્યક્ષતામાં  યોગ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ના અનુસંધાને યોગા કરી યોગ દિવસની ઉજવણી કરી. જેમાં દમણ દીવ ભારતીય જનતા પાર્ટીના પ્રભારી   રઘુનાથ કુલકર દમણ દીવ ભારતીય જનતા પાર્ટીના  પ્રમુખ  ગોપાલભાઈ ટંડેલ તથા દમણ દીવ દમણ ભારતીય જનતા પાર્ટીના ઉપ પ્રમુખ  કીરીટ વાજા, દીવ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ  શાહ જિલ્લા ઉપપ્રમુખ  શાંતિલાલ  સોલંકી ,દિવ ડિસટ્રીક પંચાયતના પ્રેશીડેટ  શશીભાઇ સોલંકી  તથા અન્ય કાર્ય કરતાઓ એ  ઉત્સાહપૂર્વક ભાગ લીધો,

    વડોદરા

    વિશ્વ યોગ દિવસની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવી રહી છે ત્યારે ભારતભરમાં આજે વિવિધ સંસ્થાઓ દ્વારા તેમજ સંગઠનો દ્વારા સામુહિકરીતે યોગ દિવસન ઉજવવામાં આવ્યો. વડોદરામાં પણ વિવિધ સંસ્થાઓ એ યોગ દિવસ ઉજવ્યો. વડોદરામાં યોગાચાર્ય રાજેશ બારોટ દ્વારા યોગ સિવસની યજવની અનોખી રીતે કરવામાં આવી.સરદારબાગ તરણ કુંડમાં 80 જેટલા યુવાનો અને વરીષ્ઠોએ પાણીમાં યોગ ક્રિયા તેમજ યોગાસનો કરીને યીગ દિવસ ઉજવ્યો.

    મહેસાણા

    મહેસાણાના મોઢેરા ખાતે આવેલ વિશ્વ વિખ્યાત સૂર્યમંદિરના સાનિધ્યમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાતા આજે સૂર્યમંદિરને ચાર ચાંદ લાગ્યા છે. મહેસાણા જિલ્લામાં આવેલ સૂર્ય મંદિરએ પ્રાચીન ઇતિહાસ અને વિશ્વમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે જ્યાં સૂર્યદેવના મંદિરે સૂર્યના પ્રથમ કિરણો થી પ્રકૃતિ ખીલી ઉઠે છે તેવામાં આજે સૂર્યમંદિર આગળ આવેલ સૂર્યકુંડ પર 800 જેટલા યોગકર્તાઓ એ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરતા સામુહિક રીતે વિવિધ યોગાસનોની હારમાળાએ સૂર્યમંદિરે આકર્ષક નયનરમીય નજારો જોવા મળ્યો છે આ યોગાસનો દ્વારા થતા આરોગ્ય હિત અને સારા સ્વાસ્થ્યના સિંચન માટે જરૂરી કારણો યોગશિક્ષકો દ્વારા જ્ઞાન રૂપે પીરસવામાં આવ્યું છે

    ઇડર

    સમગ્ર વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે સાબરકાંઠાના ઇડરના જગવિખ્યાત ઐતિહાસિક ઇડર ગઢ પર જેમાં યોગાનું પાંચમા આંતરાષ્ટ્રીય યોગ દિવસે ઇડર ગઢ પર યોગા અભ્યાસ જોવા મળી રહ્યો છે. આજ ઇડરના ગઢમાં નરેન્દ્ર મોદીએ વિતાવેલી ક્ષણો અને તપશ્ચર્યાની જગ્યાએ ઇડર ગઢ છે. યોગએ ભારતની પ્રાચીન પરંપરાની વિશ્વને આપેલી અદ્ભુત, અદ્વિતીય અને અતુલનીય ભેટ છે. યોગ એ માત્ર અભ્યાસ જ નથી, એક જીવનશૈલી પણ છે.

    દ્વારકા

    આજે વિશ્વ યોગ દિવસ ૨૧ જૂન નિમિતે યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના શાનિધ્યમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.યાત્રાધામ દેવભૂમિ દ્વારકા ભગવાન દ્વારકાધીશનાં સાનિધ્યમાં દ્વારકાધીશ જગત મંદિર અને રૂક્ષ્મણી માતાજી મંદિર એ દ્વારકા પ્રાંત અધિકારી, સરકારી અધિકારી સહિત ગ્રામ જનોએ અને સ્કુલ બાળકોએ યોગ શિબિરમાં ભાગ લઈને યોગ દિવસની ઉજવણી કરાઇ હતી. આ તકે બ્રહ્મ સમાજ, પૂજારી પરિવાર પાલિકા અને પોલિશ વિભાગ દ્વારા યોગ કાર્ય બાદ યોગ પ્રતિજ્ઞા લીધી હતી. આ તકે જગત મંદિર સુદામા સેતુ, રૂક્ષ્મણી મંદિર અને સર્કિટ હાઉસ ગ્રાઉન્ડ બાદ દ્વારકાની વિવિધ સ્કૂલોમાં યોજાઈ હતી 

    સોમનાથ

    વિશ્વ યોગ દીવસની દેશના પ્રથમ જ્યોર્તીલીંગ સોમનાથમાં આઘ્યાત્મીકતા સાથે ઉલ્લાસભેર ઉજવણી થઇ હતી. રાજ્ય બીજ નીગમના ચેરમેન રાજશીભાઇ જોટવાની  અઘ્યક્ષતામાં યોજાયેલ યોગ નિર્દશન કાર્યક્રમ માં ૨૫૦૦ થી વઘુ વિઘાર્થીઓ તેમજ સ્થાનીક નગરજનો જોડાયા હતા. ગીર-સોમનાથ જિલ્લામાં ૩.૨૫ લાખથી વધુ લોકો યોગનિદર્શન જોડાયા. જિલ્લામાં ૯૪૩ સ્થળોએ માસ્ટર ટ્રેનરો દ્વારા યોગ નિદર્શન કરાવાયુ હતું.

    અમરેલી

    અમરેલી જિલ્લાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યો હતો આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી સમગ્ર વિશ્વ કરી કરી રહ્યું હોય સમગ્ર વિશ્વ ભારત ના યોગ ને સ્વીકૃતિ આપી રહ્યો હોય ત્યારે આજે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પોલીસ પરેડ ગ્રાઉડ ખાતે વિભાવરીબેન દવે તેમજ જિલ્લા સમહર્તા અને અન્ય અધિકારીગણ સહિત જિલ્લા ની તમામ સંસ્થાઓ આજે યોગ દિવસની ઉજવણી માં જોડાય ને યોગાઅભ્યાસ કર્યો હતો અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ભવ્ય ઉજવણી કરી હતી 

    અરવલ્લી

    આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અરવલ્લી જિલ્લામાં પણ ઉજવણી કરવામાં આવી હતી. યોગ શરીરને સ્વસ્થ તેમજ તણાવથી મુક્ત બનાવે છે, આજે યોગ દિવસેને દિવસે લોકોની રોજિંદી પ્રક્રિયા બની છે, જેથી મોટી સંખ્યામાં લોકોને યોગથી ફાયદો થવા લાગ્યો છે, જેને લઇને હવે યોગને વિશ્વ કક્ષાએ એક નામના મળી છે. હવે યોગ વિશ્વના લોકો પણ યોગ કરીને તણાવથી મુક્ત બની રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં ઉજવાયેલા યોગ દિવસમાં વિચરતી વિમુક્ત જાતિના અધ્યક્ષ લક્ષ્મણભાઈ પટણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લી જિલ્લામાં જિલ્લા કક્ષાનો યોગ દિવસનો કાર્યક્રમ કે.એન.શાહ મોડાસા હાઇસ્કૂલ ખાતે યોગ દિવસ ઉજવાયો હતો. યોગ કરવા માટે શહેરીજનો, શાળા-કોલેજના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારી સહિત પોલિસ સ્ટાફ જોડાઇને તમામ લોકોએ યોગ કર્યા હતા. વિચરતી વિમુક્ત જાતિના અધ્યક્ષ લક્ષ્મણભાઈ પટણીએ જણાવ્યું કે, પ્રાચિન સમયમાં યોગ લોકોની રોજિંગી ક્રિયા હતા, જો કે યોગને લોકો ભૂલી ગયા હતા, જો કે, પ્રાચિન સમય હવે ફરી આવ્યો છે, અને લોકો યોગને પોતાની રોજિંદી પ્રક્રિયા બનાવી છે, જેનાથી લોકોના જીવન માટે ફાયદાકારક બની રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply