રાજકોટમાં મહિલાઓએ એકવાયોગ કરી વિશ્વ યોગ દિનની કરવામાં આવી ઉજવણી
Live TV
-
રંગીલા રાજકોટની મહિલાઓ પાણીમાં એકવાયોગનો અનોખો કાર્યક્રમ કરી રહી છે. સ્વીમિંગ પુલની અંદર એક હજાર જેટલી મહિલાઓ એક્વાયોગ કરી અનોખી ઉજવણી કરે છે.
સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ત્યારે રંગીલા રાજકોટની મહિલાઓ પાણીમાં એકવાયોગનો અનોખો કાર્યક્રમ કરી રહી છે. સ્વીમિંગ પુલની અંદર એક હજાર જેટલી મહિલાઓ એક્વાયોગ કરી અનોખી ઉજવણી કરે છે. પાણીમાં ઉભા ઉભા બેઠા બેઠા કે સૂતા સૂતા આસનો કરી શકાય છે પરંતુ તેમાં નિષ્ણાતનું માર્ગદર્શન જરૂરી છે.
રંગીલા રાજકોટની એક આગવી ઓળખ છે. કોઈ પણ તહેવાર હોય કે કોઈ પણ કાર્યક્રમ હોય તેમાં કઈક અલગ કરવુ એ રાજકોટ શહેરની આગવી ઓળખ રહી છે. આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજકોટ મનપા દ્વારા સતત ત્રીજા વર્ષે એકવા યોગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 853 મહિલાઓએ પાણી માં યોગ કરી આ દિવસ ની અનોખી ઉજવણી કરી હતી.
853 મહિલાઓએ એક સાથે પાણીની અંદર કરવામાં આવ્યા એકવા યોગ
આજે વિશ્વ યોગ દિવસની દેશભર માં ઉજવણી કરવામાં આવી રહી છે.. ત્યારે કઈક નવું કરવાની ઓળખ ધરાવતા રાજકોટ શહેર મા આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે 853 જેટલી મહિલાઓએ સ્વિમિંગ પુલમાં પાણીની અંદર એકવા યોગા કરીને વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 5 અલગ અલગ સ્વિમિંગ પુલમાં મહિલાઓ માટે એકવા યોગા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 853 જેટલી મહિલાઓએ એક સાથે એક જ સમયે એકવા યોગા કર્યા હતા. રાજકોટ મનપા દ્વારા આયોજિત એકવા યોગ મા 5 વર્ષથી લઇને 83 વર્ષના વૃદ્ધા સુધીની મહિલાઓ યોગમાં જોડાઈ એકવા યોગ માં ભાગ લીધો હતો.
શુ થાય છે એકવા યોગ થી ફાયદા ?
આજ ના દિવસે સાંધાના દુખાવા થી પીડાતા દર્દીઓ કે જે જમીન ઉપર યોગ નથી કરી શકતા તેમના માટે મનપા દ્વારા ખાસ એકવા યોગ નું આયોજન કરવામાં આવ્યું હતું.. પાણી ની અંદર રહી આસાનીથી યોગ કરી શકાય તે માટે એકવા યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ કરવાથી શરીર ને શારીરિક અને માનસિક ફાયદો થતો હોય છે. મહત્વનું છે કે આજના આ એકવા યોગ માં રાજકોટ ની એક દિવ્યાંગ મહિલાએ પણ ભાગ લીધો હતો અને તેને પાણી મા આસાની થી યોગ કરી આ દિવસની ઉજવણી કરી હતી.
રાજકોટ મનપા દ્વારા સતત ત્રીજા વર્ષે વિશ્વ યોગ દિવસ નિમિત્તે એકવા યોગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગત વર્ષ કરતા આ વર્ષે વધુ મહિલાઓએ ભાગ લીધો હતો અને આ વર્ષે ખાસ પાણી ની અંદર મ્યુઝીકલ ડાન્સ કરી યોગ દિવસની ઉજવણી કરી હતી.
