Skip to main content
Settings Settings for Dark

પાટણઃ ૧૦૯૮ નંબરની ચાઈલ્ડ હેલ્પલાઈન સેવા શરૂ કરાઈ

Live TV

X
  • આજના પ્રસંગે જીલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારીઓ તેમજ જીલ્લા સમાજ સુરક્ષા વિભાગ જીલ્લા શિક્ષણાધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા.

    પાટણ સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે આજે જીલ્લા કલેકટર આનંદ પટેલના હસ્તે ચાઈલ્ડ હેલ્પ લાઈન ૧૦૯૮ ટોલ ફ્રી ફોન સેવા ખુલ્લી મુકવામાં આવી છે. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસની કચેરી, નવી દિલ્હી અને ચાઈલ્ડ લાઈન ઇન્ડિયા ફાઉન્ડેશન,મુંબઈ દ્વારા અનુદાનિત શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ અને જીલ્લા બાળ સુરક્ષા એકમ પાટણના સહયોગથી શરૂ કરવામાં આવેલ આ હેલ્પલાઈન પાટણ જીલ્લામાં મદદરૂપ બનશે.

    આ હેલ્પલાઈન બાળકનું પુનર્વસન કરવામાં મદદ કરશે. ઉપરાંત જીલ્લામાં કોઈપણ જગ્યાએ બાળ મજુરી, બાળલગ્નો કે બાળકોનું શોષણ થતું અટકાવવા તેમજ ખોવાયેલા બાળકને શોધવા કે માહિતી મેળવવાના સ્ત્રોત તરીકે પણ કમ કરશે.

    આજે પાટણ કલેકટર આનંદ પટેલે સંસ્થા તેમજ વહીવટી અધિકારીઓની ઉપસ્થિતિમાં આ હેલ્પલાઈન પર ફોન કરી આ સેવાને ચાલુ કરાવી હતી. આજના પ્રસંગે જીલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારીઓ તેમજ જીલ્લા સમાજ સુરક્ષા વિભાગ જીલ્લા શિક્ષણાધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply