પાટણમાં નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં વિજય વિશ્વાસ કાર્યકર્તા સંમેલન યોજાયું
Live TV
-
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોર, જી.આઇ.ડી.સી. ચેરમેન બલવંતસિંહ રાજપૂત, પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં પાટણ નગરપાલિકાના સાત કોર્પોરેટર અને કાંકરેજ વિધાન સભાના સાત ડેલીગેટ ભાજપમાં જોડાયા હતા.
પાટણ ખાતે ભાજપા દ્વારા વિજય વિશ્વાસ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોર, જી.આઇ.ડી.સી. ચેરમેન બલવંતસિંહ રાજપૂત, પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં પાટણ નગરપાલિકાના સાત કોર્પોરેટર અને કાંકરેજ વિધાન સભાના સાત ડેલીગેટ ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ આક્ષેપ કર્યો હતો કે, પોતાની ટીકા કરી કોંગ્રેસના નિવેદનો ભારત કરતા પાકિસ્તાનને વધુ ફાયદો કરાવે છે. તેમણે સરકારે કરેલા કામો અને સરકારની યોજનાઓ બાબતે લોકોને માહિતગાર કરવા આહવાન કર્યું હતું.
