પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં વડોદરા ખાતે વિજય સંકલ્પ સંમેલન યોજાયું
Live TV
-
જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી, પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપપ્રમુખ ભાર્ગવભાઈ ભટ્ટ, મંત્રી યોગેશ પટેલ, સાંસદ રંજનબેન ભટ્ટ સહિત મોટી સંખ્યામાં ભાજપના પદ્દાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લોકસભા ચૂંટણીમાં જન સમર્થન દ્વારા જંગી બહૂમત્તીથી ફરી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બને તથા ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપનું કમળ ખિલે તે માટે સમગ્ર ગુજરાતમાં વિજય સંકલ્પ સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરામાં પણ ભાજપ દ્વારા કારેલીબાગ વિસ્તારના અંબાલાલ પાર્કગરબા ગ્રાઉન્ડમાં વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું. જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી, પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપપ્રમુખ ભાર્ગવભાઈ ભટ્ટ, મંત્રી યોગેશ પટેલ, સાંસદ રંજનબેન ભટ્ટ સહિત મોટી સંખ્યામાં ભાજપના પદ્દાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશ અને ગુજરાતમાં વડોદરાને ભાજપનો ગઢ ગણવામાં આવે છે. ભારતને નરેન્દ્ર મોદીના રૂપે શ્રેષ્ઠ નેતૃત્વ મળ્યું છે.
