વેરાવળ ખાતે ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું
Live TV
-
સંમેલનમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ગુજરાત સરકારમાં મંત્રી જવાહર ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોતાના સંબોધનમાં કોંગ્રેસ પર પ્રહારો કરી ફરી નરેન્દ્ર મોદીની સરકાર બનવવા કાર્યકરોને આહવાન કર્યું હતું.
જૂનાગઢ લોકસભા બેઠકના વેરાવળ ખાતે ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ગુજરાત સરકારમાં મંત્રી જવાહર ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોતાના સંબોધનમાં કોંગ્રેસ પર પ્રહારો કરી ફરી નરેન્દ્ર મોદીની સરકાર બનવવા કાર્યકરોને આહવાન કર્યું હતું. તો જવાહર ચાવડાએ પણ વર્તમાન મોદી સરકારની કામગીરીની પ્રશંસા કરી હતી. બીજી તરફ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના સમર્થકોએ ફરી રાજેશ ચુડાસમાને રિપિટ કરવા માગણી કરી હતી. અને તેમના સમર્થનમાં સુત્રોચ્ચાર કર્યા હતા. તો આ મામલે રાજેશ ચુડાસમાએ કહ્યું હતું કે પાર્ટી જે નિર્ણય કરશે તે શિરોમાન્ય રહેશે.
