પાટણમા્ં 256 કરોડના ખર્ચે નિર્માણ થનારા માર્ગોના પ્રોજેકટનું ભૂમિપૂજન કરાયું
Live TV
-
પાટણ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે, રૂપિયા 256 કરોડના ખર્ચે નિર્માણ થનારા માર્ગોના પ્રોજેકટનું ભૂમિપૂજન કરાયું હતું.આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, રાજ્યમાં આંતર માળખાકીય સુવિધાઓમાં સતત વધારો કરાઇ રહ્યો છે. રાજ્ય સરકાર, વિકાસમાં, માર્ગોના મહત્વને સમજે છે અને વિકાસની ગતિ તેજ બનાવવા પ્રયત્નશીલ છે. આ માટે હારીજ-પાટણ ના 27 કિ.મી.ના રસ્તાને, પાટણ-ઉંઝા વચ્ચેના 18.6 કિ.મી.ના રસ્તાને, પાટણ-સિદ્ધપુર વચ્ચેના 28.6 કિલોમીટરના રસ્તાને તેમજ સિધ્ધપુર-ખેરાલુના 20.8 કિ.મી.ના રસ્તાની પહોળાઈ 10 મીટરમાંથી વધારીને ચાર માર્ગીય બનાવવામાં આવશે. આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ વિવિધ સંસ્થાઓ દ્વારા નાયબ મુખ્યમંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.
