વરસાદની છેલ્લી ઇનિંગમાં મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં હેત વરસાવ્યા બાદ, આજે વિરામ લીધો
Live TV
-
વરસાદની છેલ્લી ઇનિંગમાં, મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં હેત વરસાવ્યા બાદ, આજે વિરામ લીધો છે. ત્યારે આજે છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. દરમિયાન, મહેસાણાના બેચરાજી ખાતે સવા બે ઈંચ વરસાદ પડ્યો હતો. બીજી તરફ, ઉપરવાસમાં પાણીની સતત આવકના પગલે રાજ્યના બંધોમાં પાણીની આવક થઈ રહી છે. મહિસાગર જિલ્લાના કડાણા ડેમમાં ઉપરવાસની આવકના પગલે, પાણીના સ્તરમાં 48 કલાકમાં 5.2 ફૂટનો વધારો થયો છે. પરિણામે જળસ્તર 416.5 ફૂટ સુધી પહોંચ્યું છે. આ ઉપરાંત સરદાર સરોવરની સપાટી 127.37 મીટર પર સ્થિર થઈ છે. પાણીની જરૂરિયાતને જોતા 17593 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.
