મોરબી પાલિકાના ત્રણ વોર્ડની છ બેઠકો માટેની પેટાચૂંટણી માટે મતદાન
Live TV
-
પેટાચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના 12 ઉમેદવારો વચ્ચે સીધો જંગ
મોરબી પાલિકાના ત્રણ વોર્ડની છ બેઠકો માટેની પેટાચૂંટણી માટે સવારથી મતદાન થઈ રહ્યું છે. પોલીસ બંદોબસ્ત હેઠળ 40 બૂથ પર મતદાન થઈ રહ્યું છે. પેટાચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના 12 ઉમેદવારો વચ્ચે સીધો જંગ છે. 31 હજાર 99 મતદારો પેટાચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરશે. આરંભે મતદાન ધીમુ રહ્યું હતું.
