લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમ્મર સામે મહિલા આયોગમાં ફરિયાદ બાદ માફી માંગી
Live TV
-
મહિલા પોલીસ કર્મચારીએ લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમ્મર સામે મહિલા આયોગમાં ફરિયાદ કરતા વિરજી ઠુમ્મર દ્વારા તેની માફી માગવામાં આવી હતી
મહિલા પોલીસ કર્મચારીએ લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમ્મર સામે મહિલા આયોગમાં ફરિયાદ કરતા વિરજી ઠુમ્મર દ્વારા તેની માફી માગવામાં આવી હતી અને ઇરાદા પૂર્વક ધક્કોના માર્યા હોવાની વાત કરવામાં આવી છે. વિધાનસભાના ચોમાસા સત્રના બીજા દિવસે કોંગ્રેસે વિધાનસભાના ઘેરાવાનો કાર્યક્રમ આપ્યો હતો જેના લીધે વિધાનસભાના ગેટ નંબર એક પાસે પોલીસ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણ દરમિયાન વિરજી ઠુમ્મર દ્વારા મહિલા પોલીસ કર્મચારીને ધક્કો માર્યો હોવાની ફરિયાદ ગાંધીનગર મહિલા આયોગમાં કરવામાં આવતા આ અંગેનો ખુલાસો મીડિયા સમક્ષ કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો હતો.
