પાટણ નજીકના સુજનીપુરમાં પર્યાવરણ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
Live TV
-
પાટણ જિલ્લાના સુજનીપુરમાં પર્યાવરણ સપ્તાહ અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના રીજનલ આઉટ રીચ બ્યુરો અમદાવાદના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં મોદી સરકારની જન કલ્યાણકારી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
અમદાવાદથી આવેલા રીજનલ ડાયરેક્ટર મનીષ ગૌતમે સુજનીપુરા ગામના લોકોને પ્લાસ્ટિકના વપરાશથી વાતાવરણને થતાં નુક્સાન વિશે સમજાવ્યા હતા.સાથે સાથે તેના ગેરફાયદાથી બચવાના ઉપાયો પણ સમજાવ્યા હતા.તો ગ્રામજનોએ પણ રોજિંદા વ્યવહારમાં વપરાતા પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવાની નેમ લીધી હતી
