વડોદરામાં ત્રણ દિવસની ચિંતન શિબિરનો પ્રારંભ, ગુડ ગવર્નન્સ પર ચર્ચા
Live TV
-
વડોદરામાં ગુરૂવારથી ત્રણ દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. રાજ્ય સરકારની આ ચિંતન શિબિરમાં ગુડ ગવર્નસની થિમ પર ચર્ચા કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સથી સંદેશો પાઠવશે.
શિબિરમાં ત્રણ દિવસ દરમિયાન સાત જેટલા વિષયો પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવશે. મુખ્ય સચિવ પ્રેઝન્ટેશન પણ રજૂ કરશે. રાજ્યની વર્તમાન પરિસ્થિતિ તથા લોકોને વધુમાં વધુ કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે અંગે મહામંથન કરવામાં આવશે. સરકારી યોજનાને લોકો સુધી પહોંચાડવા, તથા નવી યોજનાઓ અને સરકારી લાભ સહિતના તમામ મુદ્દે ગહન ચર્ચા કરવામાં આવશે. ચિંતન શિબિરમાં રાજ્યના તમામ મંત્રીઓ અને સરકારના ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહેશે
