પાટણ ન.પા.ના નવા ભવનનું નાયબ મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ
Live TV
-
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે 2 કરોડના ખર્ચે તૈયાર થયેલા પાટણ નગરપાલિકાના નવા ભવનનું કર્યું લોકાર્પણ, સાથે પાટણ નગરના નવા રેડક્રોસ ભવનનું પણ કર્યું લોકાર્પણ તેમજ રાજ્ય સરકાર દ્વારા રેડક્રોસ ભવનને રૂ. 50 લાખના આધુનિક સાધનોની ભેટ.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે પાટણ ખાતે ત્રિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જે અંતર્ગત સરકારની વિવિધ ગ્રાન્ટની વ્યાજની રકમમાંથી અંદાજીત 2 કરોડના ખર્ચે નગરપાલિકાના આધુનિક નવીન ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેની તકતીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
સાથે જ નવ નિર્મિત રેડક્રોસ ભવનને પણ નાયબ મુખ્યમંત્રીએ ખુલ્લું મૂક્યું હતું. આ ભવનમાં રાજ્ય સરકાર દ્વારા 50 લાખના આધુનિક મેડિકલ સાધનોની ભેટ સહાયરૂપે કરવામાં આવી છે.
આ સાથે પાટણ શહેરની જનતાને પીવાના પાણીની વધુ સુવિધા મળી રહે એ હેતુથી સૂર્યા નગર અને રામનગર ખાતે ઓવરહેડ ટાંકી અને સંપનું પણ લોકાર્પણ કર્યું હતું. તો સિદ્ધરાજ કો.ઓ. ક્રેડિટ સોસાયટી લિમિટેડના અદ્યતન નવીન મકાનનું ભૂમિપૂજન પણ કર્યું હતું.
