Skip to main content
Settings Settings for Dark

રાજ્યના 10 લાખ BPL પરિવારોને રાહત દરે અનાજ આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય

Live TV

X
  • રાજ્યમાં નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટમાં સમાવિષ્ટ ન હોય તેવા 10 લાખ BPL પરિવારોને પણ હવે રાહત દરે અનાજ આપવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વ પૂર્ણ નિર્ણય લીધો છે.

    મુખ્યમંત્રીના આ નિર્ણયથી 50 લાખ જેટલા ગરીબ અને સામાન્ય વર્ગના લોકોને લાભ મળશે. રાજ્યના તમામ દિવ્યાંગ, ગંગા સ્વરૂપા બહેનો અને વદ્ધ પેન્શન સહાય યોજનાના લાભાર્થીઓને પણ આ અનાજ વિતરણનો લાભ અપાશે.

    સાથે જ શહેરો અને ગામડાઓમાં વસતા રિક્ષા, છકડો, મીની ટેમ્પો ચલાવનારા અને રોજનું કમાઈને રોજ ખાનારા વાહન ચાલકોને પણ રાહત દરે અનાજ વિતરણમાં આવરી લેવામાં આવ્યા છે.

    સાથે જ બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકોને N.F.S.A લાભ આપી રાહત દરે અનાજ વિતરણ થશે. આ યોજનાની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી સત્વરે લાભાર્થીઓને અનાજ વિતરણનો લાભ આપવા પણ મુખ્યમંત્રીએ સૂચના કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply