પાણી શુદ્ધિકરણ માટેના બે CETP પ્લાન્ટ્સનું CM રૂપાણીએ કર્યું લોકાર્પણ
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ GIDCના ઉપક્રમે યોજિત ઇ-લોન્ચીંગ કાર્યક્રમમાં ટંકારાની છત્તર-મીતાણા જી.આઇ.ડી.સી.માં ૧ર૭ MSME એકમોને પારદર્શી પદ્ધતિએ કોમ્પ્યુટરાઇઝ ડ્રો થી પ્લોટ ફાળવણી કરવામાં આવી હતી.
ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસેથી આ ઇ લોચીંગની કામગીરી કરી હતી. તેમણે ભરુચ જિલ્લાના દહેજ અને સાયખા ઔદ્યોગિક વસાહતોમાં ઊદ્યોગોના પ્રદૂષિત-ગંદા પાણીના શુદ્ધિકરણ અને નિકાલ માટેના ૪૦ MLDના બે CETP પ્લાન્ટસના લોકાર્પણ પણ કર્યા હતા.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની GIDCમાં કાર્યરત લઘુ-મધ્યમ-સુક્ષ્મ ઊદ્યોગો કવોલિટી, માર્કેટીંગ અને પ્રાઇસીંગમાં વિશ્વના અન્ય દેશોના ઊદ્યોગોને બીટ કરી ‘મેઇક ઇન ઇન્ડીયા’ આત્મનિર્ભર ભારતની વૈશ્વિક બ્રાન્ડ ઇમેજ ઊભી કરવા આહવાન કર્યુ છે. ગુજરાતમાં ઊદ્યોગો માટે મુકત વાતાવરણ અને સરકારનો સૌથી ઓછા હસ્તક્ષેપ છે ત્યારે આવનારા સમયમાં રાજ્યની GIDCમાં અનુકૂળ વાતાવરણથી બધા જ પ્લોટસ-બધી જ વસાહત ઉત્પાદનથી ધમધમતી થાય અને લાખો લોકોને રોજી-રોટી મળતી થાય તેવા સરકારના પ્રયાસ છે.
વિજય રૂપાણીએ જણાવ્યું કે, ઊદ્યોગોના વિકાસ સાથે પર્યાવરણની જાળવણીને પણ અગ્રતા અપાઇ છે અને ઔદ્યોગિક વસાહતોમાં CETP પ્લાન્ટ દ્વારા ઊદ્યોગોના ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવાનો વ્યૂહ અપનાવ્યો છે. GIDCની માળખાકીય સુવિધાઓને કારણે ઊદ્યોગકારોનો વિકાસ થાય છે સાથોસાથ પ્લગ એન્ડ પ્રોડયુસ, આત્મનિર્ભર ગુજરાત પેકેજ અંતર્ગત ૪પ૮ કરોડ રૂપિયાની વિવિધ રાહતોથી સરકારે કોરોનાના કપરા સમયમાં ઊદ્યોગકારોને બોટલ નેકસ દૂર કરી વધુને વધુ ઊદ્યોગો શરૂ કરાયાં હોવાનો પણ મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો.
કોરોનાની મહામારીમાં પણ સરકારે સઘન કામગીરી કરીને ટ્રીટમેન્ટની ઊંચી ગુણવત્તા, ધનવંતરી રથ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા મોનિટરીંગથી કોરોના સામે જીતવાનો સંકલ્પ કર્યો છે. મૃત્યુ દર પણ ઘટીને ૪.૭ ટકા થયો છે તેને વધુ નીચે લઇ જવો છે.
કોરોના સંક્રમણ વચ્ચે અનલોક કર્યુ છે તેમાં પ્રજાજનો, નાગરિકોના સહયોગથી વેપાર-ઊદ્યોગ-ધંધા જેવી રોજીંદી પ્રવૃત્તિઓ ધમધમતી થઇ છે. ગયા વર્ષે જુલાઇ મહિનામાં ઊદ્યોગોનો જે વીજ વપરાશ ર૦૭ મિલીયન યુનિટ હતો તે આ વર્ષના જુલાઇ મહિનામાં પણ ર૦૭ મિલીયન યુનિટ છે. જે ઉદ્યોગો ધમધમતા થયાં હોવાની નિશાની છે.
