Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં અનલૉક બાદ પ્રથમ વખત નોંધાયા કોરોનાના 902 કેસ, સુરતમાં સૌથી વધુ 287 કેસ નોંધાયા

Live TV

X
  • મૃત્યુ આંકમાં નોંધપાત્ર ઘટાડા સાથે 10 દર્દીઓના મરણ

    ગુજરાતમાં આજે નવા જાહેર થયેલા આંકડાએ કોરોનાએ આરોગ્ય વિભાગની ચિંતા વધારી છે. ત્યારે આજે નવા 902 કેસ નોંધાયા છે. અને 10 લોકોના મરણ થયા છે. જેમાં સુરતના 5 દર્દીઓનો સમાવેશ થાય છે. આજે સુરતમાં 287 કેસ નોંધાયા છે.

    અમદાવાદમાં 164 કેસ નોંધાયા

    અમદાવાદમાં 164 કેસ નોંધાયા છે. વડોદરામાં 74, રાજકોટમાં 34 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં 24 કેસ નોંધાયા છે. આમ કુલ 902 કેસ નોંધાયા છે જે આત્યાર સુધીનો સૌથી મોટો આંક છે. જોકે રાહતની બાબત એ છે કે મૃત્યુ દર ઘણો કાબુમાં આવ્યો છે.

    ભાવનગર જિલ્લામાં કોરોનાના વધુ 40 કેસ નોંધાયા

    તો ભાવનગર જિલ્લામાં કોરોનાના વધુ 40 કેસ નોંધાયા છે. તો અમરેલી જિલ્લામાં આજે કોરોનાના નવા 29 કેસ નોંધાયા છે. નવસારી જિલ્લામાં આજે કોરોનાના વધુ કુલ 19 કેસ પોઝિટિવ નોંધાયા છે. તો ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના 15 કેસ નોંધાયા છે. મહેસાન જિલ્લામાં આજે કોરોનાના વધુ 12 કેસ નોંધાયા છે.

    ગુજરાતમાં કોરોનાથી થતાં મૃત્યુદરમાં ઘટાડો થયો : CM રૂપાણી

    રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે, કે ગુજરાતમાં કોરોનાથી થતાં મૃત્યુદરમાં ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે, પહેલાં આ મૃત્યુદર સાત ટકા હતો. જે ઘટીને 4.7 ટકા થઈ ગયો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ મૃત્યુદર બે ટકાની અંદર આવે તે માટે રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે, ધનવંતરી રથ 104 દ્વારા મોનિટરિંગ તેમજ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની મદદથી રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવામાં મદદ મળી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply