પીએમ મોદીનો ગુજરાત પ્રત્યે પ્રેમ, કીડનીની બિમારીથી પીડાતી મહિલા સાથે કરી વાત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના આદીવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લામાં કીડનીની બિમારીથી પીડાતી મહિલા રુખસાના બેન સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા સીધી વાત કરી તેમના ખબર અંતર પુછ્યા હતા.
કીડનીની બિમારીથી પીડાતા અને ડાયાલીસીસની જરુરીયાત ધરાવતા જિલ્લાના ગરીબ આદીવાસી દર્દીઓને ડાયાલીસીસ માટે તકલીફો વેઠીને મોટો આર્થિક ખર્ચ ઉઠાવી વડોદરા અથવા અન્ય શહેરોમા જવું પડતું હતું. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન અંતર્ગત પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ડાયાલીસીસ કાર્યક્રમ હેઠળ છોટાઉદેપુરની જનરલ હોસ્પીટલમાં એક સાથે પાંચ દર્દીઓ ડાયાલીસીસ કરાવી શકે તે માટે રુપિયા એક કરોડના ખર્ચે સમ્પુર્ણ સુવિધા સભર ડાયાલીસીસ સેન્ટર બનાવવામા આવ્યું છે.
