પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના ફોન પર પૂછ્યા ખબર અંતર - ઝડપથી સાજા થાય તેવી વ્યક્તિ કરી શુભેચ્છા-શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ આવ્યો છે પોઝિટિવ.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે હાલ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શંકરસિંહ વાઘેલાને વ્યક્તિગત ફોન કરીને ખબર અંતર પૂછ્યા હતા અને ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.
કોવિડ -19 માટે ખાસ ફાળવવામાં આવેલી ગાંધીનગરના સેક્ટર 17 લોકેશન વાળી ૧૦૮ એમ્બ્યુલન્સ વાન મારફતે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહજી વાઘેલાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
