રાજ્યમાં હવે ફોર વ્હીલર વાહનમાં એક જ વ્યક્તિ હોય તો માસ્ક પહેરવું જરૂરી નથી
Live TV
-
ફોર વ્હીલરમાં વાહન મુસાફરી દરમિયાન જો વાહન ચલાવનાર એક જ વ્યક્તિ હોય તો મુસાફરી દરમિયાન તેમને માસ્ક કે અન્ય કપડાથી ચેહરો ઢાંકી રાખવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
જો કે, મુસાફરી દરમિયાન જો કોઈ અધિકારી દ્વારા આવશ્યક પુછપરછના સમયે અથવા અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરવા માટે વાહન થોભાવવામાં આવે ત્યારે ચેહરાને માસ્ક કે અન્ય કપડાથી ઢાંકી રાખવો પડશે.
આ ઉપરાંત ફોર વ્હીલર વાહનમાં ડ્રાઈવર ઉપરાંત એકથી વધારે મુસાફર હોય તો પણ તમામે માસ્ક પહેરી રાખવુ પડશે,. મહત્વપૂર્ણ છે કે, સમગ્ર રાજ્યમાં કન્ટેઈન્મેન્ટ સિવાયના વિસ્તારોમાં કેટલીક પ્રવૃતિઓ યથાવત રાખવા હુકમ કરવામાં આવ્યો છે.
કોવિડ-19નાં સંક્રમણને અટકાવવા માટે કેન્દ્ર સરકારની સુચનાઓ અનુસાર સોશિયલ ડિસ્ટન્સિંગ અને ચહેરાના માસ્ક કે અન્ય કપડાથી ઢાંકી રાખવા આવશ્યક છે. જેને અનુલક્ષીને તા. 30 મેના જાહેરનામાંથી આ અંગે આવશ્યક સુચનાઓ આપવામાં આવી છે.
