રાજ્યમાં નવા 615 કેસ નોંધાયા, તો સુરત જિલ્લામાં 184 નવા કેસ
Live TV
-
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,57,148 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,35,954 વ્યક્તિઓને ક્વૉરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
આજ રોજ રાજ્યમાં કોવિડ-19ના 615 નવા દર્દીઓ નોંધાયા છે, જે પૈકી ૧૧ દર્દીઓ કચ્છ આર્મી કેન્ટોન્મેન્ટમાં નોંધાયેલ છે. તો સામે 379 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 18ના મોત થયા છે.
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 6566 પર પહોંચી ગઈ છે. તો અમદાવાદ જિલ્લામાં 211 નવા કોરોનાના કેસ નોંધાયા છે. બીજી તરફ સુરત જિલ્લામાં પણ કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં 184 કેસ નવા નોંધાયા છે.
