Skip to main content
Settings Settings for Dark

43 દિવસ બાદ વિજયભાઈએ કોરોનાને આપી મ્હાત, સિવિલના ડૉક્ટરોને માન્યા દેવદૂત

Live TV

X
  • દેશ અને દુનિયામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોના કેસમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.

    જો કે સારી સારવારને કારણે સ્વસ્થ થતાં લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ હોવાનું કહેવાય છે.

    આ હોસ્પિટલમાં કોરોનાના અનેક દર્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. આવી જ એક કહાની છે વિજય ઠાકોરની. વિજય ઠાકોરને કોરોનાના લક્ષણ જોવા મળતા સિવિલમાં લાવવામાં આવ્યા હતા.જ્યારે તેઓ દાખલ થયા થયા ત્યારે તેમની સ્થિતિ ખુબ જ ગંભીર હતી.

    સતત 30 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આ સમય જીવનનો સૌથી કપરો સમય હતો.પરંતુ ન તો વિજયભાઈએ હિંમત હારી , અને ન તો સિવિલના મેડિકલ સ્ટાફે. સિવિલના સ્ટાફની તનતોડ મહેનતને કારણે આખરે સફળતા મળી અને 43 દિવસની સફળ સારવાર બાદ વિજયભાઈએ કોરોના પર વિજય મેળવ્યો, જેમની આજે ઘરવાપસી થઈ છે.

    હોસ્પિટલમાં રહ્યા તે સમયની યાદો વાગોળતા વિજયભાઈએ કહ્યું કે, હોસ્પિટલના તબીબો મારા માટે ખરા અર્થમાં ભગવાન છે. તેમણે મને બચાવવા કરેલા અથાગ પ્રયત્નો અને મારી સારી તકેદારી રાખીને, મારુ જ નહીં પરંતુ મારી પત્ની અને મારા બે બાળકોનો પણ જીવ બચાવ્યો છે.

    વિજયભાઈએ ભીની આંખે લાગણીસભર શબ્દો રેલવતા કહ્યું હતું કે, જો હું સિવિલ ના આવ્યો હોત તો હું બચી શક્યો ન હોત. મારો પરિવાર રઝળી પડ્યો હોત. સિવિલના તબીબોએ મારા જીવનમાં દેવદૂત બનીને મને નવજીવન બક્ષ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply