Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં નવા 624 કોરોનાના કેસ નોંધાયા, કુલ આંકડો 31,397એ પહોંચ્યો

Live TV

X
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 22,808 દર્દીઓ સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં 211 નવા કેસ નોંધાયા છે અને 13ના મોત થયા છે. સુરત જિલ્લામાં નવા 182 કેસ નોંધાયા છે અને 3ના મોત થયા છે.

    ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 624 કેસ નોંધાયા છે. તો સામે 391 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યાં છે. તો 24 કલાકમાં 19ના મોત થયા છે. આ નવા આંકડા સાથે ગુજરાતમાં કુલ કોરોના પોઝિટીવ દર્દીઓનો આંકડો 31,397 સુધી પહોંચી ગયો છે.

    રાજ્યમાં અમદાવાદ બાદ હવે સુરતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા‍ અઠવાડિયા દરમ્યાન સુરત શહેરમાં વધી રહેલ કોવિડ-19 કેસોને ધ્યાને ‍લઈ સુરતના કતારગામ‍ વિસ્તારમાં આવેલ વિવિધ ડાયમંડ યુનિટોમાં કામ કરતાં રત્ન કલાકારો/કારીગરોનું હેલ્થ સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 21 ટીમો દ્વારા ૧૪૬ ડાયમંડ યુનિટોમાં કુલ 17,105 કારીગરોને આવરી ‍લેવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply