પેટલાદ નજીક મજૂરોને લઈ જતો ટેમ્પો પલટાયો, 2ના મોત, 3 તણાયાં
Live TV
-
પેટલાદ નજીકના દંતેલી ગામના તળપદા પરિવારના ૧૭ લોકોને સોજીત્રામાં મજૂરી કામે લઇને ગયેલો ટેમ્પો પરત ફરી રહ્યો હતો, ત્યારે રસ્તામાં વળાંક આવતા ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા સોજીત્રા ગામની સીમમા આવેલ મોટી કેનાલમાં ટેમ્પો ખાબક્યો હતો.
આ અકસ્માતમાં ટેમ્પો ચાલકના પત્ની સહિત બે મહિલાઓના મોત નીપજયા હતા. જયારે 12 ને બચાવી લેવાયા હતા. જો કે 3 વ્યક્તિ પાણીમાં વહેણમાં તણાઈ જતાં ફાયર બ્રિગેડે તેમની શોધખોળ હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં આણંદ જીલ્લાના સાંસદ મીતેષ પટેલ પણ ઘટના સ્થળે પહોચી ગયા હતા.
