Skip to main content
Settings Settings for Dark

પેપર લીક થવાની ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ગૃહ વિભાગને અપાયા તાત્કાલિક તપાસના આદેશ

Live TV

X
  • પેપર લીકના મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ધોરણે ગૃહ વિભાગને તપાસના આદેશ આપ્યા

    આજે રાજ્યભરમાં લેવાનારી લોકરક્ષક દળની ભરતી પરીક્ષા પેપર લીક થવાના કારણે રદ કરવામાં આવી હતી. આ પેપર લીકના મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ધોરણે ગૃહ વિભાગને તપાસના આદેશ આપ્યા હતા. આ સાથે મુખ્યમંત્રીએ કડક શબ્દોમાં જણાવ્યું હતું, કે પેપર લીક ઘટનામાં સંડોવાયેલા કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે તેમણે જાહેર કર્યુ, કે રદ કરાયેલી પરીક્ષા જ્યારે ફરીથી લેવામાં આવશે, ત્યારે પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોને તેમના ઘરથી પરીક્ષા કેન્દ્ર સુધી આવવા-જવાનું એસ.ટી. બસ ભાડું રાજય સરકાર તરફથી આપવામાં આવશે તો આ અંગે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ અંગે તપાસ ચાલી રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply