પ્રધાનમંત્રીએ પાટણમાં ચૂંટણી સભાઓ ગજવી
Live TV
-
આજે રાજ્યમાં પ્રચારનો અંતિમ દિવસ: હવે રાજસ્થાનમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. નેતાઓ ચૂંટણી સભાઓ ગજવી રહ્યાં છે. આજે પ્રચારનો છેલ્લો દિવસ છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા છે. પ્રધાનમંત્રીએ પાટણ ખાતે આવેલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી મેદાનથી વિજય સંકલ્પ રેલીને સંબોધન કરી હતી. પાટણમાં સભા સ્થળે પ્રધાનમંત્રી મોદી સાથે મંચ પર લોકસભાના મહેસાણા, પાટણ, બનાસકાંઠાના ઉમેદવાર અને પેટા ચૂંટણીના ઉમેદવાર ઉપસ્થિત રહ્યાં હતા. પીએમ મોદીએ આતંકવાદ પર કહ્યું કે આપણે તો નક્કી કરી લીધું છે, ખુરશીને રહેવું હોય તો રહે, જવું હોય તો જાય, કાં હું રહીશ કા આતંકવાદ રહેશે. તથા એર સ્ટ્રાઈક મામલે વિપક્ષના નેતાઓને નિશાને લેતા જણાવ્યું હતુ કે આપણી સેનાએ એર સ્ટ્રાઈક કરી તો આપણા દેશના કેટલાક નેતાઓને ભારે તકલીફ થઈ ગઇ છે. કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા પીએમ મોદીએ જણાવ્યું હતુ કે દેશ આગળ વધે એ કોંગ્રેસ ને પસંદ નથી. આપણે દેશની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લીધા છે. પાટણમાં પીએમ મોદી સભા સમાપ્ત કરી તેઓ અહીંયાથી રાજસ્થાન સભા સંબોધવા માટે જશે. રાજસ્થાનમાં તેઓ બે સભા સંબોધશે.
