વેબ સીરીઝ મોદી-"અ જર્ની ઓફ કોમન મેન" પર ચૂંટણી પંચે લગાવી રોક
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર આધારીત વેબ સીરીઝ મોદી "અ જર્ની ઓફ કોમન મેન" પર ચૂંટણી પંચે રોક લગાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર આધારીત પાંચ એપિસોડની આ સીરીઝ અંગે ચૂંટણીપંચે નોંધ્યું છે કે, ચૂંટણી સમયમાં આ પ્રકારની સામગ્રી પ્રકાશીત થવાથી આચાર સહિતાનો ભંગ થાય છે. માટે આ પ્રકારની સામગ્રી પર રોક લાગવી જોઈએ. આથી ચૂંટણી પંચે ઈરોઝ નાઉ નામની કંપનીને તાકીદે વેબ સીરીઝ હટાવવાનો આદેશ આપ્યો છે. આ સાથે ચૂંટણી પંચે જાહેર કર્યું છે કે, ચૂંટણી ટાણે કોઈપણ રાજકારણી કે રાજકિય પક્ષો સાથે સબંધ ધરાવતા લોકોની જીવની ઈલેક્ટ્રોનીક માધ્યમોમાં પ્રસારિત કરી શકાશે નહી.
