Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના બરેલી ખાતે જાહેર સભાને સંબોધી

Live TV

X
  • લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના બરેલી ખાતે જાહેર સભાને સંબોધી હતી. ત્યાં તેમણે 2014 માં જે રીતે ભાજપને જીત અપાવી હતી તેવી જ રીતે આ વખતે જીતાડવા અપીલ કરી હતી. આ પૂર્વે ઉત્તરપ્રદેશના એટા ખાતે પ્રધાનમંત્રીએ ચૂંટણી સભાને સંબોધી હતી. આ ચૂંટણીમાં તેમણે ભાજપ જંગી બહુમતીથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.આ સાથે 23 એપ્રિલે મતદાન કરવા માટે અપીલ કરી હતી. આ ઉપરાંત ગઠબંધન પર આકરા પ્રહાર કર્યા હતા. આ અગાઉ બિહારના અરરિયા ખાતે પણ ચૂંટણી સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશની અખંડતા પર પ્રહાર કરનાર લોકોને જડબાતોડ જવાબ આપવાનો સમય આવી ગયો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, મા ભારતીની સેવા અને સાધના કરવાની ભાવનાથી છેલ્લા પાંચ વર્ષથી તેઓ દેશની સેવા કરતા આવ્યા છે. આ અગાઉ પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના બુનિયાદપુર ખાતે ચૂંટણી સભાને સંબોધી હતી. જ્યાં સભાને સબોધતા પીએમ મોદીએ મમતા બેનરજી પર પ્રહાર કર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply