લોકસભાની ચૂંટણીમાં થર્ડ જેન્ડર કોમ્યુનિટી મતદાન કરશે
Live TV
-
થર્ડ જેન્ડર કોમ્યુનિટીના લોકોએ કેક કાપી ઉજવણી કરી
લોકસભાની ચૂંટણીમાં સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ ચુકાદા બાદ આ વખતે થર્ડ જેન્ડર કોમ્યુનિટી પણ વોટિંગ કરશે. 2019ની લોકસભા ચુંટણીમાં રાજ્યભરમાં 990 થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે. જેમાં સૌથી વધુ 216 થર્ડ જેન્ડર મતદાતા વડોદરામાં નોંધાયા છે.. આ તમામ મતદાતાઓને ઓળખપત્ર મળી ગયા છે. નોંધનીય છે કે, વડોદરામાં લક્ષ નામની સંસ્થાં થર્ડ જેન્ડર કમ્યુનિટી માટે કામ કરે છે. આ સંસ્થાના વજૂદ નામના પ્રોજેક્ટ હેઠળ થર્ડ જેન્ડર મતદાતાની યાદી તૈયાર કરવામાં આવી હતી અને તેની નોંધણી કરાઈ હતી આ અવસરે સંસ્થામાં થર્ડ જેન્ડર્સે કેક કાપીને ખુશી મનાવી હતી. પહેલા વખત વોટિંગ કરી રહેલા થર્ડ જેન્ડર કમ્યુનિટીમાં લોકસભાની ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
