NCPના ઉમેદવાર રેશ્મા પટેલ પર હુમલો
Live TV
-
ભાજપના કાર્યકરો દ્વારા હુમલો કરાયા હોવાનો રેશ્મા પટેલનો આરોપ
પોરબંદર લોકસભા અને માણાવદર વિધાનસભાના એન.સી.પી.ના ઉમેદવાર રેશ્મા પટેલ શુક્રવારે જૂનાગઢના વંથલીમાં ચૂંટણી પ્રચાર કરવા ગયા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે ભાજપ ઉપર આક્ષેપ કરતા જણવ્યું હતું કે આ હુમલો ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે પોલીસને આપેલા નિવેદનમાં આક્ષેપ કર્યો હતો કે હુમલાખોરો દ્વારા તેમનું ગળુ દબાવી, છાતી પર હુમલો કરી કપડા ફાડવાનો પ્રયાસ કરાયો હતો. પોરબંદર બેઠકના કોંગ્રેસી ઉમેદવાર લલિત વસોયાએ આક્ષેપ કર્યો હતો કે એક નારીનું સન્માન ન જાળવનાર ભાજપ હવે હાર જોઈ ગયું છે એટલે આ પ્રકારના હુમલા કરાવે છે. પોલીસે સામસામી ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
