પ્રધાનમંત્રીની ગીરસોમનાથ, પોરબંદર અને જૂનાગઢને 4,100 કરોડ રૂ.થી વધુના વિકાસકામોની ભેટ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસ અંતર્ગત જૂનાગઢમાં જનસભા સંબોધી હતી. તે દરમિયાન તેમણે ગીરસોમનાથ, પોરબંદર અને જૂનાગઢના 4,100 કરોડ રૂપિયાથી વધુના વિકાસકામોની ભેટ આપી હતી. અહીં તેમણે વંથલી અને મેંદરણા ભાગ 2 પાણી પુરવઠા યોજના, પોરબંદરમાં 546 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી GMERS મેડિકલ કૉલેજ અને જનરલ હોસ્પિટલનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું.
આ સાથે જ તેમણે ગીરસોમનાથ જિલ્લામાં માઢવાડ, સૂત્રાપાડા અને વેરાવળની 834.12 કરોડ રૂપિયાની મત્સ્ય બંદર વિકાસ યોજનાનું પણ ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. અહીં જનસભાને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતે પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરી છે. ડબલ એન્જિનની સરકારના પ્રયાસથી મત્સ્યપાલન ઉદ્યોગમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ છે. આ સરકાર ખેડૂતો અને ગામડાઓના હિતમાં નિર્ણય લઈ હી છે. તેમણે ઉમેર્યું હતું કે, વિશ્વભરમાં જૂનાગઢના કેસરની મીઠાસની ધૂમ છે.
સાથે જ ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢને 4,155 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે. જેમાં નર્મદા જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર શહેરી વિકાસ, મત્સોદ્યોગ અને ગુજરાત મેરી ટાઈમ બોર્ડ તેમજ આરોગ્ય વિભાગ સંબંધિત વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કર્યા.
