Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી તાપીના સોનગઢમાં રેલીને સંબોધશે

Live TV

X
  • સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

    રાજ્યમાં લોકસભા ચૂંટણી પ્રચાર ચરમ સીમાએ છે. રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો રેલીઓને સંબોધીને મતદારોને રીઝવી રહ્યા છે. ભાજપના સ્ટાર પ્રચારક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તાપી જીલ્લામા સોનગઢ ખાતે રેલીને સંબોધવાના છે. પ્રધાનમંત્રી તાપી જીલ્લામાં આવવાના હોવાથી તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. પ્રધાનમંત્રીની સુરક્ષાને ધ્યાને રાખીને દક્ષિણ ગુજરાતના પોલીસકર્મીઓ બંદાબસ્તમાં તૈનાત થઈ ચૂક્યા છે. પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં તાપી જિલ્લાના પીઢ કોંગ્રેસી નેતા અને સુરત અને તાપી જિલ્લા પંચાયતમાં 37 વર્ષ સુધી સભ્ય અને ત્રણ ટર્મ સુધી જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂકેલા માવજીભાઈ ચૌધરી વિધિવત રીતે ભાજપમાં જોડાશે. તેઓ ભાજપમાં જોડાતા કોંગ્રેસના ગઢમાં ગાબડું પડશે. જેના કારણે બારડોલી બેઠક પર કોંગ્રેસને મોટો ઝટકો લાગવાની શક્યતા દેખાઈ રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply