પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધરમપુરના કપરાડાથી ચૂંટણી પ્રચારનો ક્રર્યો પ્રારંભ
Live TV
-
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ આજથી ભાજપ તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રચારના શ્રીગણેશ કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વલસાડના કપરાડાથી પોતાની ચૂંટણી સભાને સંબોધી હતી. સંબોધન અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભવ્ય રોડ શૉ યોજ્યો હતો. આ રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને લોકો ઉપસ્થિત રહ્યાં હતા. ત્યાર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધન કર્યુ હતું. આ સંબોધનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારમાં આજે 5-5 મલ્ટીનેશનલ હોસ્પિટલો બની છે જે ગુજરાતની ભૂપેન્દ્રભાઈની સરકારના કારણે સાકાર થયું છે. સાથે જ તેઓએ કહ્યું હતું કે આદિવાસી ભાઈઓ-બહેનો તાકાતથી કહી શકે છે આ ગુજરાત મે બનાવ્યું છે.
