Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના દ્વારા 13.25 કરોડ લોકોને લાભ : સ્મૃતિ ઇરાની

Live TV

X
  • કેન્દ્રીય કાપડમંત્રી શ્રીમતી સ્મૃતિ ઇરાનીએ અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ જનધન યોજના દ્વારા 50 લાખથી વધુ નાગરિકોને બેકિંગ સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. 

    વર્લ્ડ બેન્કે કહ્યું કે, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના દ્વારા વીમાનો લાભ 13 કરોડ 25 લાખ લોકોને પહોંચ્યો છે. જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત 5 કરોડ 22 લાખ લોકોને લાભ મળ્યો છે. 20 કરોડ 14 લાખ નાગરિકોને કેશ સીધા તેમના ખાતામાં ટ્રાન્સફર થયા. આ ઉપરાંત કાપડ મંત્રીએ ટેક્સટાઈલ ક્ષેત્રે આપેલા પેકેજ અંગે વિગતો આપી હતી.

    ઉલ્લેખનિય છે કે, કેન્દ્ર સરકારના 4 વર્ષ પૂર્ણ થતાં કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઇરાનીએ સરકારના લેખા-જોખા રજૂ કર્યા હતા, જેમાં અનેક લોકોને સરકારી યોજના થકી આવરી લેવાયા છે. કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજના, પીએમ આવાસ યોજના, જનધન યોજના, વીમાનો લાભ સહિતની યોજનાઓનો લાભ લોકોને મળી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply