Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં વરસાદનું આગમન, સાપુતારા અને અમરેલીમાં પવન સાથે વરસાદ

Live TV

X
  • કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું હતું અને સાપુતારા અને અમરેલીમાં વરસાદ વરસ્યો હતો. અમરેલીમાં ભારે પવન સાથે વરસાદ વરસતાં લોકોને ગરમીથી રાહત મળી તો પર્યટક સ્થળ સાપુતારામાં વરસાદી વાતાવરણ વચ્ચે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા

    રાજ્યમાં કાળઝાળ ગરમી બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યના અમરેલી અને ડાંગ જિલ્લામાં વરસાદનું આગમન થઇ ચૂક્યું છે. વરસાદનું આગમન થતાં લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. અમરેલીમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. તો ડાંગ જિલ્લાના પર્યટક સ્થળ સાપુતારામાં પણ વરસાદી વાતાવરણ સર્જાયું હતું અને હળવો વરસાદ વરસતાં પર્યટકોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી. 

    ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગે ત્રણ, ચાર અને પાંચ જૂન દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરી હતી. હવામાનની આગાહી બાદ આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલા વાતાવરણમાં પલટાને કારણે લોકોને લોકોને ગરમીની આંશિક રાહત મળી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply