પ્લાસ્ટીક મુક્તની થીમ પર ભાદરવી પૂનમનો મેળો
Live TV
-
અંબાજીમાં ભાદરવી પૂનમે મેળાનું આયોજન
આ વર્ષે અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ,પ્લાસ્ટિક મુક્ત ની થીમ પર યોજાવાનો છે ,જેને લઈ ને ,જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. અંબાજીમાં મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા, પોતાની બે ટીમો બનાવી ,અંબાજી ના વિવિધ વિસ્તારોમાં ,પ્લાસ્ટિક નું વેચાણ કરતા વેપારીઓ પર ,દરોડા પાડયા હતા. હાલ ,અંબાજીમાં 50 માઈક્રોન થી ઓછું પ્લાસ્ટિક વેચવા પર ,પ્રતિબંધનું જિલ્લા કલેકટર દ્વારા ,જાહેર નામું પ્રસિધ્ધ કરાયું છે .એટલું જ નહીં રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે દ્વારા ,અંબાજી ભાદરવી પૂનમનો મેળો, પ્લાસ્ટિક મુક્ત મેળો બને ,એવી જાહેરાત કરી ચૂક્યા હતા ,તે છતાં ,અંબાજીમાં ખાનગીમાં ,50 માઈક્રોન થી ઓછા પ્લાસ્ટિક નો જથ્થો વેચનારા વેપારીઓ સામે ,કાર્યવાહી કરવામાં આવી હતી અને મામલતદાર દ્વારા ઠેરઠેર દરોડા પાડીને ,150 કિલો જેટલું પ્લાસ્ટિક, જપ્ત કરાયું હતું.
