ફરસાણના વેપારીઓ પર ફૂડ વિભાગની લાલ આંખ
Live TV
-
ફરસાણના વેપારીઓને તેમના દ્વારા તૈયાર થતી ખાદ્ય ચીજવસ્તુઓ કઈ સામગ્રીમાંથી તૈયાર થઈ છે. તેની જાણકારી નાગરિકોને આપવા માટે નોટિસ બોર્ડ પર સામગ્રી અંગે માહિતી લખવાની રહેશે..
રાજ્યના નાગરિકોને દિવાળીના તહેવારો દરમિયાન શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મીઠાઈ અને ફરસાણ મળી રહે તે હેતુસર રાજય સરકારે મીઠાઈ અને ફરસાણના વેપારીઓને તકેદારી રાખવા સૂચના આપી છે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન વિભાગના કમિશનર એચ.જી.કોષિયાએ મીઠાઈ અને ફરસાણના વેપારીઓને તેમના દ્વારા તૈયાર થતી ખાદ્ય ચીજવસ્તુઓ કઈ સામગ્રીમાંથી તૈયાર થઈ છે. તેની જાણકારી નાગરિકો જોઈ શકે તે રીતે દુકાનના નોટિસ બોર્ડ પર પ્રદર્શિત કરવાની રહેશે. અર્થાત ખાદ્ય સામગ્રી તૈયાર કરીને વેચનારે તેણે વાપરેલા ઘી, ખાદ્યતેલ અને માવા અંગેની માહિતી નોટિસ બોર્ડ પર પ્રદર્શિત કરવાની રહેશે. સામાન્ય કલરનો ઉપયોગ ના કરવા પણ કહેવાયું છે. હંગામી ધોરણે માંડવા કે સમિયાણા ઉભા કરીને આહાર સામગ્રીનું વેચાણ કરતા વેપારીઓને પણ નોંધણી કરાવવાની રહેશે
