ફરી એક વાર અનાજ કૌભાંડનો પર્દાફાશ
Live TV
-
તાપી જિલ્લામાં 61 લાખથી વધુનું અનાજ થયું સગેવગે
ફરી એક વાર અનાજ કૌભાંડનો પર્દાફાશ થયો છે. તાપી જીલ્લામાં આવેલા નાગરિક પુરવઠા નિગમમાંથી ૬૧ લાખની કીમતથી વધુનું ગરીબો માટે સરકારે મોકલેલું અનાજ સગેવગે થઇ જવાની પોલીસ ફરિયાદ બે અધિકારીઓ તેમજ બે કોન્ટ્રકટરો સામે કરવામાં આવી છે. ગત ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના વ્યારા ખાતે પાનવાડી તેમજ ખુશાલપુરા ગામે આવેલા અનાજના ગોડાઉન પર ગાંધીનગર નિગમની વિજીલન્સની ટીમે એકાએક ચેકિંગ હાથ ધરતા મોટું કૌભાંડ સામે આવ્યું હતુ. સરકારી નોકરીની આડમાં ગરીબોનું અનાજ સગેવગે બે અધિકારીઓની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. ગુજરાત રાજ્ય પુરવઠા નિગમના સુરત ખાતે ફરજ બજાવતા જીલ્લા મેનેજર ઉષાબેન સુરેશભાઈ ભોયે દ્વારા વ્યારા ખાતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કુલ ૬૧ લાખ ૪૯ હજાર રૂપિયાના સરકારી અનાજ કે જે તેઓને સરકારે દ્વારા આપવાની સત્તાનો દુરુપયોગ કરી ઉચાપત કરી હોવાનો ગુનો દાખલ કરાયો છે.
