Skip to main content
Settings Settings for Dark

રાજકોટની ખાનગી હોસ્પિટલમાં 325 દર્દીઓએ આયુષ્યમાન થકી મેળવી સારવાર 

Live TV

X
  • સરકાર દ્વારા આયુષ્યમાન ભારત યોજના લાખો દર્દીઓ માટે આશીર્વાદરૂપ નીવડી છે. રાજકોટની ખાનગી હોસ્પિટલોમાં પણ આયુષ્યમાન ભારત કાર્ડ ની સુવિધાનો લાભ દર્દીઓ લઈ રહ્યા છે.

    આયુષ્યમાન ભારત કાર્ડ થકી ગરીબ તથા મધ્યમ વર્ગ ના લોકો ને ઘણો ફાયદો થયો છે. આ કાર્ડ માં રૂપિયા 5 લાખ સુધી ની સારવાર મળી રહેતા લોકો માટે આશીર્વારૂપ આ કાર્ડ સાબિત થયું છે. રાજકોટના જ ડાયાલીસીસના દર્દી મોહમદ જનવાની ને દર અઠવાડિયે 2 વાર ડાયાલિસિસ કરાવવું પડે છે જેનો ખાનગી હોસ્પિટલમાં માં એક વખત ડાયાલિસિસ નો ખર્ચ રૂપિયા 3000 થી 3500 થાય છે પરંતું આયુષ્યમાન ભારત કાર્ડ થકી તેઓ મફત સારવાર કરાવી રહ્યા છે .

    રાજકોટ ની વેદાંત ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ થકી 325 જેટલા દર્દીઓને રૂપિયા 1 લાખ થી 5 લાખ સુધીની સારવાર કરવામાં આવી છે. મેડિકલ ઓફિસર ડો. અનવર કોઠીયા એ જણાવ્યું હતુ કે ઘણા લોકો માત્ર તગડા ખર્ચ ને કારણે અનેક રોગો ની સારવાર કરાવતા ન હતા પરંતુ સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ નો તમામ ગરીબ પરિવાર લાભ લઇ શકે છે 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply